જૂનાગઢ મનપાની જનરલ બોર્ડની મીટિંગ, વિરોધ પક્ષના સભ્યોનો હાબાળો
Live TV
-
જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ ગુરૂવારે મળી હતી. જેમાં શહેરના બીસ્માર રોડ રસ્તા અને ગટરના મુદ્દે વિરોધ પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.
જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ ગુરૂવારે મળી હતી. જેમાં શહેરના બીસ્માર રોડ રસ્તા અને ગટરના મુદ્દે વિરોધ પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ખાસ કરીને ભૂગર્ભ ગટરના કામોમાં ખોદકામના કારણે અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. તો સ્ટ્રીટ લાઇટ પણ બંધ છે. ત્યારે આ મુદ્દે વિરોધ પક્ષે સત્તા પક્ષ પાસે જવાબ માંગ્યા હતા. તો મહેન્દ્ર મશરૂએ એમ્બ્યૂલન્સ અને શબવાહિની ખરીદવા માટેની રજૂઆત કરી હતી. જે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાની ખાતરી આપી હતી.
