Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્હીમાં પ્રથમ ‘ઓલ ઈન્ડિયા મીડિયા કોન્ફરન્સ’: ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર ભાર

Live TV

X
  • ભારતના ચૂંટણી પંચ દ્વારા 17 જુલાઈના રોજ નવી દિલ્હીમાં પ્રથમ ‘ઓલ ઈન્ડિયા મીડિયા કોન્ફરન્સ-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું.

    "Connecting stakeholders, strengthening democracy" થીમ હેઠળ યોજાયેલી આ પરિષદમાં દેશભરમાંથી 380થી વધુ મીડિયા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, 95 કરોડ મતદારો ધરાવતી ભારતની મતદાર યાદી એક જીવંત દસ્તાવેજ છે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ માટે 12 લાખથી વધુ BLO અને15 લાખથી વધુ BLA 'સમવર્તી ઓડિટર્સ' (Concurrent Audit) તરીકે અવિરત કાર્યરત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશમાં ચૂંટણીઓ સંપૂર્ણપણે બંધારણીય કાયદાઓ અને પંચના દિશાનિર્દેશો મુજબ યોજાય છે.પરિષદમાં મીડિયાકર્મીઓને ચૂંટણીમાં ટેકનોલોજીની ભૂમિકા, ECINET પ્લેટફોર્મ, મતદાન અને મતગણતરી પ્રક્રિયાનું જીવંત નિદર્શન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મુખ્ય ચૂંટણી કમિશનરે પત્રકારો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
apply