ભરૂચ: પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ, ખેડૂતો અને ગ્રાહકોને થશે સીધો લાભ
Live TV
-
પ્રધાનમંત્રી મોદીના પ્રાકૃતિક ખેતીના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે, રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 'પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રો'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ પહેલથી ખેડૂતોને તેમની ઉપજનો વાજબી ભાવ મળશે અને નાગરિકોને ઝેરમુક્ત શુદ્ધ ખેત પેદાશો મળી રહેશે.સીધો સેતુ આત્મા પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાયેલા આ કેન્દ્રો ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ બનશે. ગ્રાહકો અહીંથી સીધા ખેડૂતો દ્વારા ઉત્પાદિત શાકભાજી, અનાજ, કઠોળ, ફળ અને દૂધ જેવી શુદ્ધ પેદાશો ખરીદી શકશે.ક્યાં શરૂ થયા કેન્દ્રો ભરૂચમાં APMC માર્કેટ (વડદલા), આમોદ, જંબુસર અને હાંસોટની તાલુકા પંચાયત કચેરી, તેમજ નેત્રંગ અને વાલિયાની APMC માર્કેટ ખાતે આ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.આ કેન્દ્રોનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ મુક્ત ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને લોકોનું સ્વાસ્થ્ય સુધારવાનો છે.આર્થિક સશક્તિકરણ ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળતા તેમની આવકમાં વધારો થશે અને પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધુ વેગ મળશે.આ કાર્યક્રમમાં કૃષિ વિભાગના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
