Skip to main content
Settings Settings for Dark

‘સ્વચ્છ વલસાડ’ અભિયાન: જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનનો જનભાગીદારી માટે અનુરોધ

Live TV

X
  • વલસાડ જિલ્લાને રાજ્યમાં સ્વચ્છ અને સુંદર જિલ્લા તરીકે પ્રસ્થાપિત કરવાના હેતુથી જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય જોડાવા અપીલ કરી છે.

    તેમણે સ્વચ્છતાને માત્ર સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ જનઆંદોલન બનાવવા પર ભાર મૂક્યો છે.જવાબદારીનું વહન વલસાડ શહેર, વાપી મહાનગરપાલિકા વિસ્તાર તેમજ ધરમપુર, કપરાડા સહિતના તમામ નગરોમાં કચરો ગમે ત્યાં ફેંકવાને બદલે માત્ર કચરાપેટીમાં જ નાખવા નાગરિકોને તાકીદ કરવામાં આવી છે.પ્લાસ્ટિક મુક્તિ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવા અને પ્લાસ્ટિકના અન્ય પ્રકારોનો ઉપયોગ પણ ન્યૂનતમ કરવા નાગરિકોને અનુરોધ કરાયો છે.સામૂહિક પ્રયાસ વેપારીઓ, સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સહયોગથી જિલ્લાને હરિયાળું અને સુંદર બનાવવા પર ભાર મૂક્યો છે.કલેક્ટરએ જણાવ્યું હતું કે, "સ્વચ્છ વલસાડ"નું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે દરેક નાગરિક સ્વચ્છતાને પોતાની દૈનિક જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
apply