Skip to main content
Settings Settings for Dark

નવેમ્બર 2022માં વિનામૂલ્યે ‘એડવેન્ચર કોર્સ’નું આયોજન, 8 થી 13 વર્ષના બાળકો ભાગ લઈ શકશે

Live TV

X
  • તા. 15 ઓક્ટો. સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે

    રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના જનરલ કેટેગરીના 8 થી 13 વર્ષની વયમર્યાદા ધરાવતા બાળકો વધુ સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિઓ ખીલે તેવા આશયથી આગામી નવેમ્બર માસમાં રાજય સરકારના ખર્ચે 7 દિવસના ‘એડવેન્ચર કોર્સ’નું આયોજન કરવામાં આવ્યું છે. જનરલ કેટેગરીના બાળકો કે, જેઓ તા. 31 ડિસેમ્બર, 2022ના રોજ 8 થી 13 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ જરૂરી વિગતો અને પુરાવા સાથે પોતાની અરજી જિલ્લા રમતગમત અધિકારી, બહુમાળી ભવન, બ્લોક નં. 1, ત્રીજો માળ, સરદાર બાગ, જુનાગઢ-362001ને તા. 15 ઓક્ટોબર, 2022 સુધીમાં મોકલી આપવાની રહેશે.

    આ કોર્સમાં ભાગ લેવા ઈચ્છૂક અરજદારોએ પુરૂ નામ, સરનામું, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, શૈક્ષણિક સંસ્થાનું ફોટા સાથેનું ઓળખકાર્ડ તથા રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ, લાઇટબીલ, ગેસબીલ, ટેલીફોન બીલની પ્રમાણિત નકલ તેમજ જન્મ તારીખના પુરાવા તરીકે શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ અચૂક સામેલ કરવાની રહેશે. અરજદારે પર્વતારોહણ, એન.એ.સી., એન.એસ.એસ કે સ્કાઉટ ગાઇડ, હોમ ગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તો તેની વિગત પણ આપવાની રહેશે. આ સાથે વાલીનો સંમતિપત્ર અને શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તથા શૈક્ષણિક લાયકાત, વ્યવસાય અંગેની માહિતી સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહી. પસંદગી સમિતિ યોગ્યતા ધરાવતા 100 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply