Skip to main content
Settings Settings for Dark

ભરૂચ: પોલીસ અને પત્રકાર પરિવાર તેમજ પ્રજા માટે સલામતીના 9 સ્ટેપ સાથે ગરબા મહોત્સવનું આયોજન

Live TV

X
  • ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓ અને શહેરના ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા.

    ભરૂચમાં પોલીસ અને પત્રકાર પરિવાર તેમજ પ્રજા માટે પોલીસ ગ્રાઉન્ડ ઉપર સલામતીના 9 સ્ટેપ સાથે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓ અને  શહેરના ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા. પોલીસ પરિવાર સાથે પત્રકાર અને તેમના પરિવાર અને પ્રજા પણ સલામતીના 9 સ્ટેપ્સ સાથે નવરાત્રીનો આંનદ માણી શકે તે માટે ડેકોરેશન, કલા વૃંદ, પાવરફુલ સાઉન્ડ સિસ્ટમ, ગરબા રમવા અને માણવાની વ્યવસ્થા તેમજ ખાણી પીણીના સ્ટોલ ઉભા કરાયા છે. ભરૂચ SP ડોક્ટર લીના પાટીલે તમામ પ્રજાજનોને નવરાત્રી ઉત્સવમાં ગરબે ઘૂમવા આમંત્રણ પાઠવ્યું છે.

    ખેલૈયાઓના આવવા જવાના રૂટ ઉપર સતત પેટ્રોલિંગ, વિશાળ ગરબા મેદાન સાથે પાર્કિંગ, ખાણીપીણીના સ્ટોલ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વડે સુરક્ષાના સંકલ્પ સાથે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પેહલી વખત હેડ કવાટર્સના ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત તેમજ વિશ્વભરમાં પ્રસિદ્ધ લોકગાયક અભેસિંગ રાઠોડે પણ હાજરી આપી અને ખેલૈયાઓને પોતાની આગવી છટામાં ગરબાના તાલે ઝુમતા કરી દીધા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલભાઈ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ તેમજ રાધે પટેલ સહિત આમંત્રિત મહેમાનોએ પણ માઁ અંબાની આરાધના કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply