નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આજે વાપીથી મેરા બિલ મેરા અધિકાર” યોજનાનો પ્રારંભ કરાવશે
Live TV
-
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કુલ રૂ. ૩૦ કરોડની રકમ ફાળવવામાં આવેલ છે.
નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ, આજે સવારે 11 વાગ્યે ગુજરાત ખાતે “મેરા બિલ મેરા અધિકાર” યોજનાનો પ્રારંભ કરાવશે. ગુજરાતમાં વિશાલ મેઘા માર્ટ, ફોર્ચ્યુન શોપિંગ મોલ, વીઆઇએ રોડ,ફેઝ-2, જી.આઇ ડી.સી. વાપી ખાતેથી યોજના શરૂ કરવામાં આવશે.
દેશના કર માળખાને સુદ્રઢ કરવા તથા નાગરિકો દ્વારા કરવામાં આવતી માલ/સેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારુ “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે 1 સપ્ટેમ્બર, 2023થી 1 વર્ષ માટે લાગુ કરવામાં આવી રહી છે. આ યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્યો અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ રાજ્યોના ક્ષેત્રમાં લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ ઉપરોક્ત જણાવેલ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સંયુકત રીતે માસિક અને ત્રિમાસિક ડ્રો કરી નીચેની વિગતે માતબર રકમના પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જે અન્વયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કુલ રૂ. ૩૦ કરોડની રકમ ફાળવવામાં આવેલ છે.
“મેરા બિલ મેરા અધિકાર” નામની અપ્લીકેશન તથા ઓનલાઈન વેબ પોર્ટલ https://uat.merabill.gst.gov.in મારફતે આ યોજનામાં ભાગ લઇ શકાશે. એપલ સ્ટોર અને ગુગલ પ્લે સ્ટોર ઉપરથી “મેરા બિલ મેરા અધિકાર” નામની અપ્લીકેશન સરળતાથી ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરી શકાશે. આ યોજના હેઠળ જીએસટી અંતર્ગત વેરાપાત્ર માલ/સેવાની રૂ.200/- કે તેથી વધુ રકમની ખરીદીના બિલો માન્ય ગણાશે. બિલની મહતમ રકમ નક્કી કરવામાં આવેલ નથી. આ યોજનામાં ભાગ લેનાર વ્યક્તિ દ્રારા વધુમાં વધુ એક મહિનામાં ૨૫ બિલ અપલોડ કરી શકાશે. તા. 01-09-2023 અને ત્યાર પછીના બિલોને જ માન્યતા આપવામાં આવશે તથા માસિક ડ્રો માટે જે તે માસના બિલોને તે પછીના માસની 5 તારીખ સુધી અપલોડ કરી શકાશે.
સમયગાળો
પુરસ્કારની સંખ્યા
પુરસ્કારની રકમ
પુરસ્કારની કુલ રકમ (વાર્ષિક)
માસિક
800
રૂ.10 હજાર
રૂ.10 કરોડ
10
રૂ.10 લાખ
રૂ.12 કરોડ
ત્રિમાસિક
2
રૂ.1 કરોડ
રૂ. 8 કરોડ
કુલ
810 (માસિક)
2 (ત્રિમાસિક)
9,728 (વાર્ષિક)
-
રૂ.30 કરોડ