ભાવનગરમાં આવતીકાલે યોજાશે ભરતીમેળો, 5 કંપનીમાં વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે
Live TV
-
કમિશન એજન્ટ, બ્રાંચ મેનેજર, આસી. બ્રાંચ મેનેજર કસ્ટમરકેર એક્ઝિક્યુટીવ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે.
ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, દ્વારા આવતીકાલે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતીમેળામાં ખાનગીક્ષેત્રની અંદાજિત 5 કંપનીમાં સેલ્સ એક્સિક્યુટીવ, માર્કેટિંગ એક્સિક્યુટીવ, વીએમસી ઓપરેટર, હેલ્પર (ફક્ત મહિલા ઉમેદવાર), કમિશન એજન્ટ, બ્રાંચ મેનેજર, આસી. બ્રાંચ મેનેજર કસ્ટમરકેર એક્ઝિક્યુટીવ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, ITI(હેલ્પર માટે) શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓએ રિઝ્યુમની 3 નકલ સાથે આ ભરતીમેળામાં હાજર રહી શકશે. તમને જણાવી દઈએ કે, આ ભરતીમેળો સવારે 10:30 વાગ્યે શરૂ થશે.