અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટેની તારીખ જાહેર
Live TV
-
મેયર અને અન્ય પદાધિકારીઓની ચૂંટણી કરવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં મેયર અને અન્ય પદાધિકારીઓની ચૂંટણી કરવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં 11 સપ્ટેમ્બરે સવારે 11કલાકે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં નવા પદાઅધિકારીની વરણી કરવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તારીખ 12 સપ્ટેમ્બરના રોજ મળનારી જનરલ બોર્ડમાં મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી કરવામાં આવશે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તારીખ 12મી સપ્ટેમ્બરે જનરલ બોર્ડ મળે તેવી સંભાવના છે.