નાતાલ પર્વની દેશભરમાં ઉજવણી, ચર્ચમાં વિશેષ પ્રાર્થનાસભાનું આયોજન
Live TV
-
25 ડિસેમ્બર નિમિત્તે સમગ્ર વિશ્વમાં નાતાલની ઉજવણી થઇ રહી છે.
25 ડિસેમ્બર નિમિત્તે સમગ્ર વિશ્વમાં નાતાલની ઉજવણી થઇ રહી છે. આજે પ્રભુ ઇસા મસિહના જન્મની પ્રેમ અને શ્રધ્ધા પુર્વક ઉજવણી થાય છે. નાતાલ ક્રિશ્ચન ધર્મનો મુખ્ય તહેવાર છે. જો કે બદલાતા સમય સાથે દરેક ધર્મના લોકો તેની ઉજવણી કરી રહ્યા છે. આજે લોકો કેક કાપી એક બીજાને ભેટ સોંગાદ આપી તહેવારને ઉજવે છે. નાતાલના પર્વે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ઉપરાષ્ટ્ર પતિ જગદીપ ધનખડેએ શુભેચ્છાઓ પાઠવી હતી.
વડોદરા ખાતે નાતાલના પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી. વડોદરા શહેરના ફતેગંજ ,નિઝામપુરા રોઝરી સહિત અલગ અલગ વિસ્તારમાં રહેલા ચર્ચમાં નાતાલ પર્વ નિમિત્તે વિશેષ પ્રાર્થનાસભા યોજવામાં આવીહતી. ચર્ચમાં ફાધરે ઉપસ્થિત લોકોને પ્રભુ ઇશુ ખ્રીસ્તનો શાંતિ અને પ્રેમભાવનો સંદેશો પાઠવ્યો હતો. અહી નવપરણિત યુગલોને શુભેચ્છા આપવામાં આવી. ખ્રિસ્તી સમુદાયના લોકોએ ફાધરના આશિષ મેળવ્યા હતા તેમજ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.