ડુમસના દરિયા કિનારાને પર્યટન સ્થળ તરીકે વિકસાવાના 600 કરોડના પ્રોજેક્ટનું કરાયું ખાતમૂર્હુત
Live TV
-
સુરતઃ ડુમસના દરિયા કિનારાને પર્યટન સ્થળ તરિક વિકસાવાના 600 કરોડના પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે ખાતમૂર્હુત કર્યુ હતું.
સુરતઃ ડુમસના દરિયા કિનારાને પર્યટન સ્થળ તરિક વિકસાવાના 600 કરોડના પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે ખાતમૂર્હુત કર્યુ હતું. ડુમસના 102 હેક્ટર વિસ્તારમાં ઇકો ટુરીઝમ પાર્ક તથા પ્રાકૃતિમ થીમ પાર્ક વિકસાવવામાં આવશે. અહીં આધુનિક એમ્યુઝમેન્ટ પાર્ક પણ તૈયાર કરાશે.
600 કરોડના પ્રોજેક્ટ પૈકીના 174.22 કરોડના ફેઝ 1 નું ખાતમૂર્હુત કરતાં સી. આર. પાટીલે કહ્યુ કે, સુરત શહેરના તથા દેશ વિદેશના સહેલાણીઓ માટે અતિપ્રિય મનોરંજન મળી રહે તેવું નયનરમય ઇકો -ટુરિજમ પાર્ક બનાવવાના પ્રયાસો આજે સફળ થયા છે. આ પ્રસંગે રાજ્યના નાણા પ્રધાન કનુભાઇ દેસાઇ હાજર રહ્યા હતા.