Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યમંત્રીના હસ્તે ‘ડી’ કેટેગરીના ૧૦૪ આવાસોનું લોકાર્પણ

Live TV

X
  • કર્મચારીઓને કાર્ય સ્થળે જ મકાનો ઉપલબ્ધ થાય તે માટે રાજ્યભરમાં કર્મચારીઓ માટેના આવાસો બનાવ્યા.

    ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર ખાતે રૂ. ૩૨.૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડી-કક્ષાના ૧૦૪ બહુમાળી આવાસોનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં નાયબ મુખ્યમંએ જણાવ્યું કે, કર્મચારીઓ પોતાના જે-તે કાર્ય સ્થળે રહે અને તેમને રહેવા માટેની સારી સગવડ મળે તો તેમની કાર્યક્ષમતામાં વધારો થતો હોય છે અને તેમનુ કાર્ય સારી રીતે કરી શકે છે. ૩૦ વર્ષ થી પણ વધુ સમય પહેલા બનેલ મકાનોમાં આધુનિક સગવડ ન હોવાને કારણે તથા મકાનો જૂના થવાથી નાના–મોટા રિનોવેશન જરૂરી બનતા હોય છે. આ ઉપરાંત નવા બનનાર મકાનો બહુમાળી હોવાને કારણે વધુ કર્મચારીઓનો સમાવેશ કરી શકાય છે. પાછલા કેટલાક વર્ષો થી સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓની ભરતી મોટા પ્રમાણમાં થતા આવાસોની જરૂરીયાત ઉભી થઈ છે તેવામાં સરકાર દ્વારા અત્યાધુનિક આવાસોનું નિર્માણ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ ઉમેર્યું હતુ કે, જે જમીન પર ૫૨ ક્વાટર્સની કેપેસીટી હતી ત્યાં કેટલાક ફેરફાર કરી ઉંચા ટાવર બનાવી ૧૦૦૦ જેટલા કવાટર્સ ઉભા કરવામાં આવ્યા છે. જેથી ૧૦૦૦ પરિવાર નિર્માણ પામેલ ટાવરમાં રહી શકશે. પરીવારને આવાસની ચાવી અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીએ આવાસમાં રહેનાર લાભાર્થીઓને સુખ અને સમૃધ્ધિ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

    આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ, માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ.પી.વસાવા, મુખ્ય ઈજનેર કે.એમ.પટેલ, આસિસ્ટન્ટ ઈજનેર કે.ડી.મહેતા, મકાન મેળવનાર પરિવારના સભ્યો તથા સ્થાનિક કોર્પોરેટરઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply