ભેળસેળ દૂધ વિક્રેતા પર મનપાની તવાઇ, રાજકોટ અને જામનગરમાંથી લેવાયા સેમ્પલ
Live TV
-
ફૂડ વિભાગના આદેશ મુજબ આરોગ્ય વિભાગ દ્રારા દૂધના સેમ્પલ લઇ ચકાસણીમાં મોકલાયા.
રાજય સરકારના ફૂડ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જેના પગલે રાજકોટ અને જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા અલગ અલગ ટીમ બનાવી શહેરમાં ફરતા દૂધવાળા ફેરિયાઓ પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. ફેરિયાઓ દ્વારા આપવામાં આવતું દૂધ ભેળસેળ વાળું છે અથવા તો આરોગ્ય પ્રત છે કે, કેમ આ અંગે ચકાસણી કરવા મનપાની આરોગ્ય શાખા દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. દૂધ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતું દૂધ ગાયનું છે કે ભેંસ નું છે કે પછી ભેળસેળ યુક્ત તે અંગે ચકાસણી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા કુલ અલગ અલગ દૂધના સેમ્પલ લઇ વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ એક માસ બાદ આવશે. જેમાં જો સેમ્પલ ફેઈલ થશે તો 5 લાખના દંડ તેમજ જેલ સુધીની સજા થઈ શકે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ સેમ્પલ પાસ થઇ છે કે ફેઈલ અને ક્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.