નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં સામેત્રા ગામે પ્રતિષ્ઠા મહોત્સવ
Live TV
-
સામેત્રા જૈનસંઘ દ્વારા જૈનદેરાસરનો જીણોર્ધાર કરાયો.
મહેસાણા તાલુકાના સામેત્રા ગામે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સાધ્વીવર્યા શ્રી વિબોધશ્રીજી મહારાજની જન્મ-દીક્ષાભૂમિ સંયમતીર્થ શ્રી કુંથુનાથ દાદા આદિ જિનબિંબ અને દેવદેવીની ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ જણાવ્યુ્ં હતું કે જૈનસંઘ સામેત્રા દ્વારા દેરાસરનો જીણોધાર કરી સમાજ, ધર્મ અને વતનું ઋણ અદા કર્યું છે. આજે સામેત્રા ગામે પૂજ્ય મહારાજ સાહેબ સહિત જૈન સાધુઓના પાવન પગલાં થયા છે. ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહેવાના લાભ આપવા માટે જૈન સમાજનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ મહારાજ સાહેબને નમન કરી આશિર્વાદ મેળવ્યા હતા. નાયબ મુખ્યમંત્રીને ૧૦૦ વર્ષના પંચાંગ મહારાજ સાહેબ દ્વારા આપવામાં આવ્યુ્ં હતું. જેમાં નક્ષત્ર,રાશિ પ્રવેશ,ગ્રહ પ્રવેશ સહિત તમામ માહિતીનો સમાવેશ કરાયો છે.કાર્યક્રમાં જૈન સમાજ દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલનું સ્વાગત સન્માન કરવામા આવ્યું હતું. કાર્યક્રમમાં એ.પી.એમ.સીના ચેરમેન ખોડાભાઇ પટેલ સહિત અગ્રણીઓ, જૈનસમાજના સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
