Skip to main content
Settings Settings for Dark

મહેસાણા જિલ્લામાં ૨૦૦૦ લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ

Live TV

X
  • મહેસાણા જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા કીટ વિતરણ, નવીન ગ્રામ પંચાયત અને ઘન કચરા નિકાલ શેડનું લોકાર્પણ.

    મહેસાણા જિલ્લામાં ઉમરેચા ગામે પ્રભારી મંત્રી વિભાવરીબહેન દવેની ઉપસ્થિતિમાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત દિવસ અને ઉજ્જવલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય (એમ.ઓ.પી.એન.જી.) દ્વારા મહેસાણા જિલ્લામાં ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગરૂપે આજે ઉજજવલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસને એક વિશેષ ઉજવણી દિવસ બનાવવા ઓઇલ માર્કેટીંગ કંપનીઓ (ઓ.એમ.સી.)ના માધ્યમથી પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય ગ્રામિણ ગ્રાહકો સાથે મળીને મોટા સમૂહમાં એલ.પી.જી. ની સુરક્ષા અને ઉપયોગ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. ઉજ્જવલા દિવસ ઉજવણીના ભાગરૂપે ઉમરેચા સહિત સમગ્ર જિલ્લના ૨૮ ગામોમાં એલપીજી પંચાયત દરમિયાન એક જ દિવસે ૨૦૦૦ ગેસ જોડાણ આપવામાં આવ્યા હતા. ઉમરેચા ગામે પ્રભારી મંત્રીશ્રીના હસ્તે એલપીજી ગેસકીટનું વિતરણ કરાવી ગામને સ્મોક ફ્રી ગામ બનાવવામાં આવ્યું હતું.

    મહેસાણા જિલ્લામાં ઉજ્જવલા યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ૬૪૧૫૪ જોડાણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉજજવલા ફેઝ ૦૨ યોજનામાં એસ.સી,એસ.ટી,બી.પી.એલ,અંત્યોદય અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવરી લેવામાં આવનાર છે.આજે ઉજ્જવલા દિન નિમિત્તે કસ,ગોઝારીયા,ફુદેડા,કામલી,ગોટવા,બલાસણ,ઇન્દ્રાડ,કામલપુર,ગુંજા,કલ્યાણપુરા,રામપુરા,સુજાનપુરા,લીંચ,કોલવડા,ઉબખલ,મલેકપુર(વડ),વડનગર,ભાન્ડું,વણાગલા,ભાલક,નંદાસણ,ભાસરીયા,જુના ફુદેડા,ગોઠવા,નાગલપુર,સાંથલ,મલેકપુરમાં એક જ દિવસમાં ૨૦૦૦ જેટલા ગેસ જોડાણ અપાયા હતા. મહેસણા જિલ્લામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉમરેચા ગામે ડસ્ટબીન કીટનું વિતરણ કરાયું હતું તેમજ ઉપસ્થિત જનમેદનીએ સ્વચ્છતાના શપથ લીધા હતા

    મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી અને મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું કે કે,દેશના પ્રધાનમંત્રીએ ૧૪ એપ્રિલે કાર્યક્રમની શરૂઆત કરી ડો. બાબા સાહેબની જન્મજ્યંતિની ખરા અર્થમાં ઉજવણી કરી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ હમેશાં દલીતો,વંચિતો મહિલાઓની ચિંતા કરી છે. ઉજ્જવલા યોજના હેઠળ સ્વચ્છ ઇંધણ મળતાં મહિલાઓને ધુમાડા ફુંકવામાંથી મુક્તિ મળવા સાથે પોતાના પરિવારનું આરોગ્ય સચવાશે એટલું જ નહીં સમયની બચત થતાં તેઓ અન્ય આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ કરી શકશે તેમ જણાવ્યું હતું. પ્રભારી મંત્રી વિભાવરીબહેન દવેએ ઉમેર્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આજે સમગ્ર દેશ ખુલ્લામાં શૌચમુક્ત બની રહ્યો છે.સમગ્ર દેશના લોકોની તંદુરરસ્તી,સુખાકારીમાં વધારો થાય તેવા ઉમદા આશયથી શરૂ કરેલ અભિયાન આજે જનક્રાંતિ બન્યું છે.

    આ પ્રસંગે પ્રભારી મંત્રીએ રૂ.૧૪ લાખના ખર્ચે તૈયાર થયેલ ગ્રામ પંચાયતનું લોકાર્પણ અને ૦૪ લાખના ખર્ચે તૈયાર થનાર ઘન કચરાના શેડનું ખાતમુર્હુત કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે ૧૪ એપ્રિલથી શરૂ થયેલ ગ્રામ સ્વરાજ અભિયાન કાર્યક્રમના વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. તા.૨૪મીના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, તા.૨૮મીના રોજ ગ્રામ સ્વરાજ દિવસ, તા. ૩૦મીના રોજ આયુષમાન ભારત દિવસ, તા.૨જી મેના રોજ કિસાન કલ્યાણ દિવસ અને તા.૫મી મેના રોજ આજીવિકા દિવસ તરીકે ઉજવવાનું નકકી કરાયું છે જેનો લાભ લેવા ગ્રામજનોને અનુંરોધ કર્યો હતો. કાર્યક્રમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.કે.રાઠોડ,જિલ્લા પૂરવઠા અધિકારી ભાર્ગવ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ,સરપંચ,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply