ગ્રામીણ વિકાસ અંગેની સંસદીય સ્થાયી સમિતિ ગુજરાતની અભ્યાસ મુલાકાતે
Live TV
-
દસક્રોઈ તાલુકાના વહેલાલ ગામની મુલાકાત લઈ ગ્રામ વિકાસ અંગેની માહિતી મેળવી, ઉજ્જવલા યોજના અંતર્ગત ગામની મહિલાઓને ગેસકીટનું વિતરણ પણ કર્યું.
ગ્રામીણ વિકાસ અંગેની સંસદીય સ્થાયી સમિતિ ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રે થયેલા વિકાસ અંગે અભ્યાસ મુલાકાતે આવી છે. ડૉ. પોન્નુસામી વેણુગોપાલની અધ્યક્ષતાવાળી ૧૬ સંસદ સભ્યોની સમિતિએ આજે અમદાવાદ જિલ્લાનાં દસક્રોઈ તાલુકામાં વહેલાલ ગામની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાનું રાજ્યમાં અમલીકરણનો અભ્યાસ આ સ્થાયી સમિતિ કરશે. આ સમિતિએ આજે વહેલાલ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, કેશ લેશ શોપ, સાયબર કીટલી વગરેની મુલકાત લઈ લાભાર્થીઓને રૂબરૂ મળી આ યોજનાની સફળતા અને પ્રગતિની સમીક્ષા કરી હતી. સ્થાયી સમિતિએ સમગ્ર ગામમાં ફરી ગામની સ્વચ્છતા સફાઈની નોંધ લીધી હતી. સમિતિએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત વહેલાલ ગામની મહિલાઓને ગેસ કીટનું વિતરણ કર્યું હતુ. સ્થાયીસમિતીની આ મુલાકાત વખતે દસક્રોઈના ધારાસભ્યશ્રી બાબુભાઈ જે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુ, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, સરપંચશ્રી અરવિંદભાઈ પટેલ તથા ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.
