Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 500 જનરક્ષક વાહનો ઉમેરી લોકોની સુરક્ષા મજબૂત કરી

Live TV

X
  • ગાંધીનગર: રાજ્યના નાગરિકોને ઝડપી, ત્વરિત અને અસરકારક ઇમરજન્સી સુરક્ષા પૂરી પાડવાના હેતુથી ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ગાંધીનગર સ્થિત નવા સચિવાલય ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વધુ 500 અત્યાધુનિક ‘112-જનરક્ષક’ વાહનોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવા વાહનોના સમાવેશ સાથે હવે સમગ્ર ગુજરાતમાં 24 કલાક નાગરિકોની સુરક્ષા માટે કુલ 1,000 ‘જનરક્ષક’ વાહનો તૈનાત રહેશે. પોલીસ રિસ્પોન્સ ટાઈમ 8 મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક: હાલમાં 150 બેઠકો ધરાવતા આધુનિક કોલ સેન્ટર, કમ્પ્યુટર એઇડેડ ડિસ્પેચ (CAD) સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના કારણે રાજ્યમાં પોલીસનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ઘટીને 10 મિનિટ 49 સેકન્ડ થઈ ગયો છે. હવે આ 500 નવા વાહનો અને આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી ઇમરજન્સી કોલ મળતા જ પોલીસ પહોંચવાનો રિસ્પોન્સ ટાઈમ 8 મિનિટથી પણ નીચે લાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

    ગાંધીનગર: રાજ્યના નાગરિકોને ઝડપી, ત્વરિત અને અસરકારક ઇમરજન્સી સુરક્ષા પૂરી પાડવાના હેતુથી ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ગાંધીનગર સ્થિત નવા સચિવાલય ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વધુ 500 અત્યાધુનિક ‘112-જનરક્ષક’ વાહનોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવા વાહનોના સમાવેશ સાથે હવે સમગ્ર ગુજરાતમાં 24 કલાક નાગરિકોની સુરક્ષા માટે કુલ 1,000 ‘જનરક્ષક’ વાહનો તૈનાત રહેશે.

    પોલીસ રિસ્પોન્સ ટાઈમ 8 મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક: હાલમાં 150 બેઠકો ધરાવતા આધુનિક કોલ સેન્ટર, કમ્પ્યુટર એઇડેડ ડિસ્પેચ (CAD) સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના કારણે રાજ્યમાં પોલીસનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ઘટીને 10 મિનિટ 49 સેકન્ડ થઈ ગયો છે. હવે આ 500 નવા વાહનો અને આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી ઇમરજન્સી કોલ મળતા જ પોલીસ પહોંચવાનો રિસ્પોન્સ ટાઈમ 8 મિનિટથી પણ નીચે લાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

    નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત કરવા માટે ઓલા (Ola), ઉબેર (Uber), રેપિડો (Rapido) અને ભારત ટેક્સી જેવી રાઇડ-હેલિંગ એપ્સમાં પણ '112 પેનિક બટન'નું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે.

    અહેવાલના મુખ્ય મુદ્દાઓ અને કામગીરી:

    • 11 મહિનામાં 11 લાખથી વધુ કોલ્સ ઉકેલાયા: 'જનરક્ષક' પ્રોજેક્ટ શરૂ થયાના માત્ર 11 મહિનામાં 11.04 લાખથી વધુ ઇમરજન્સી કોલ્સમાં સહાય પૂરી પાડવામાં આવી છે.

    • 6.74 લાખ ઇમરજન્સી બનાવોમાં તાત્કાલિક મદદ: વિવિધ 6.74 લાખથી વધુ પોલીસ ઇમરજન્સી બનાવો પર ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી કરી છે.

    • 24 કલાક રાઉન્ડ-ધ-ક્લોક સેવા: હવે રાજ્યભરમાં 1,000 વાહનો સતત પેટ્રોલિંગ અને રિસ્પોન્સ માટે સજ્જ રહેશે.

    સુરક્ષા અને ટેક્નોલોજી ક્ષેત્રે અગ્રણી ગુજરાત: ફ્લેગ ઓફ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત હંમેશાં શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય રહ્યું છે. 112 ઇમરજન્સી નંબર દ્વારા હવે કોઈપણ નાગરિક મુશ્કેલીના સમયે ડાયલ કરશે ત્યારે શક્ય તેટલા ઓછા સમયમાં પોલીસ સહાય સ્થળ પર પહોંચી જશે.”

    500 નવા અત્યાધુનિક વાહનોના ઉમેરાથી ગુજરાતની ઇમરજન્સી સેવા વધુ ઝડપી, ટેક્નોલોજીથી સજ્જ અને સંપૂર્ણપણે નાગરિકકેન્દ્રિત બની છે.

    ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ: આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકી, CID ક્રાઇમ DGP ડૉ. કે.એલ.એન. રાવ, લૉ એન્ડ ઓર્ડર DGP શ્રી રાજકુમાર પાંડિયન, પોલીસ ટ્રેનિંગ DGP શ્રી નિરજા ગોટરૂ, અગ્ર સચિવ શ્રી નિપુણા તોરવણે અને P&M ADGP શ્રી ખુરશીદ અહેમદ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-09-2026 Max Temp : °C Min Temp : °C
apply