નારણપુરા મત વિસ્તારમાં કાર્યકરો સાથે મુલાકાત
Live TV
-
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગઈકાલે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાર્યકરોને સંબોધતાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નારણપુરા વિસ્તારથી જ તેમની રાજકિય કારર્કિદીની શરૂઆત થઈ છે. કાર્યકરથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની યાત્રામાં જે લોકો તેમને સહયોગી થયાં છે તે તમામ લોકોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. તો, બીજી તરફ સીએએના સમર્થનમાં પાંચ લાખ પોસ્ટ કાર્ડ ગૃહમંત્રી અમિત શાહને સુપરત કરવામાં આવ્યાં હતા. CAA ની સાચી સમજણ રાજ્યના નાગરિકોને આપવા માટે ભાજપના દરેક કાર્યકર્તાને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમણે વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના રાજ્કીય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
