Skip to main content
Settings Settings for Dark

નિઝામપુરાના રાખી મેળામાં હેન્ડમેડ રાખડીઓનું આકર્ષણ

Live TV

X
  • રક્ષાબંધનના પર્વને લઈને વડોદરાના બજારોમાં રાખડીઓની ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિઝામપુરા અતિથિ ગૃહ ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આયોજિત ‘રાખી મેળા’માં હેન્ડમેડ અને ક્રોશે રાખડીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.

    માલતી દેસાઈ અને તેમના પતિ મિતાંગ દેસાઈ વર્ષ ૨૦૧૬થી કોટનના દોરાથી વિવિધ ડિઝાઇનની ક્રોશે રાખડીઓ હાથથી તૈયાર કરે છે. શોખથી શરૂ થયેલી આ પ્રવૃત્તિ આજે નાના વ્યવસાયમાં પરિવર્તિત થઈ છે. તેમની બનાવેલી રાખડીઓની માંગ વડોદરા અને ગુજરાત ઉપરાંત અમેરિકા તથા યુકે સુધી પહોંચી છે.

    પર્યાવરણને અનુકૂળ આ રાખડીઓની વિશેષતા એ છે કે રક્ષાબંધન બાદ પણ તેનો પુનઃઉપયોગ હસ્તકલા અને સજાવટમાં કરી શકાય છે. માલતી દેસાઈ અન્ય મહિલાઓને પણ ક્રોશે અને રાખડી બનાવવાની તાલીમ આપી રહી છે, જેથી તેઓ પોતાની આવડત વિકસાવી આત્મનિર્ભર બની શકે.માલતી દેસાઈ જણાવે છે કે, શોખથી શરૂ કરેલું ક્રોશેનું કામ આજે વ્યવસાયનું સ્વરૂપ પામ્યું છે. લોકોની પસંદગી અને વિદેશમાંથી મળતા ઓર્ડરથી તેમને વધુ પ્રોત્સાહન મળે છે. આ રીતે હસ્તકલા, પર્યાવરણપ્રેમ અને મહિલા સશક્તિકરણનો સુંદર સમન્વય કરતી ક્રોશે રાખડીઓ આ વર્ષની રક્ષાબંધનની ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
apply