Skip to main content
Settings Settings for Dark

વલસાડની ગોપાલ ડેરીમાં ફૂડ વિભાગની તપાસ

Live TV

X
  • વલસાડ શહેરના હાલર તળાવ સામે આવેલી ગોપાલ ડેરીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન લેબલ વગરનો 57 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો.

    ફૂડ સેફ્ટી ઓફિસર ભાવિકા બી. પટેલની ટીમે પનીરનો એન્ફોર્સમેન્ટ નમૂનો લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો. જ્યારે બાકીના રૂ. 15,775ની અંદાજિત કિંમતના 57 કિલો પનીરના જથ્થાનો નગરપાલિકાના સહયોગથી નિયમોનુસાર નાશ કરવામાં આવ્યો હતો.ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર એ.આર. વલવીએ જણાવ્યું કે, પનીર પર મિલ્ક પનીર, લો ફેટ પનીર અથવા ફુલ ફેટ પનીરની વિગતો દર્શાવતું લેબલ હોવું જરૂરી છે. નમૂનાનો પૃથક્કરણના અહેવાલ મળ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
apply