નિલેશ કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા
Live TV
-
સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર રહેલા નીલેશ કુંભાણીને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો પાર્ટીએ નિર્ણય લીધો છે. ફોર્મ અમાન્ય ઠરવા બદલ કુંભાણીની નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરાયા છે. ભાજપ સાથે તેમનું મેળાપીપણું હોવાની સ્પષ્ટ સ્થિતિ દેખાતી હોવાનો ઉલ્લેખ પણ છે.
પક્ષને કોઈ ખુલાસો ન કરવા બદલ કુંભાણીને આખરે સસ્પેન્ડ કરી દેવાયા છે. કૉંગ્રેસની શિસ્ત સમિતીએ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે. ટેકેદારો હાજર ન રહેતા કુંભાણી ફોર્મ રદ થયુ હતુ જે બાદથી કુંભાણી પોતાના ઘરેથી ગાયબ છે ત્યારે આજે કોંગ્રેસે તેમને પક્ષ માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.