Skip to main content
Settings Settings for Dark

KYC-Know Your Candidate એપ્લિકેશન દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવારની માહિતી મેળવી શકાશે

Live TV

X
  • સ્થાનિકો પોતાના ઉમેદવાર માટે જાણી શકે એ માટે લોકસભા ચૂંટણી-2024ના અનુસંધાને મતદાતાઓ માટે Know Your Candidate(KYC) નામની મોબાઈલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર અને એપલ IOS એપ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે. 

    આપણે આપણો પવિત્ર મત કયા ઉમેદવારને આપીએ છીએ? તેના વિરૂધ્ધ કોઈ ગુનો તો દાખલ નથી થયેલો ને?, તેની સંપતિ કેટલી છે? સહિતની તમામ માહિતીના આંકલનથી પ્રાથમિક રીતે ઉમેદવારના વ્યક્તિત્વ વિશે અંદાજ લગાવી શકાય છે.

    જેથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારો પોતાના ઉમેદવારને જાણી શકે તેના વિશે માહિતી મેળવી શકે અને પારદર્શક ચૂંટણી પાર પડી શકે તેવા શુભ આશય સાથે  KYC ની મદદથી ભારતનો કોઈ પણ મતદાર પોતાના મતવિસ્તારના ચૂંટણી ઉમેદવાર વિશે વિવિધ માહિતી સરળતાથી મેળવી શકશે. 

    આ એપ્લીકેશનની મદદથી કોઈપણ ઉમેદવારના ઉમેદવારી૫ત્ર સંબંધિત માહિતી, સોગંદનામાની વિગતો તથા ઉમેદવારના ક્રિમીનલ રેકોર્ડની પણ માહિતી વિશે જાણી શકાશે.

    આગામી લોકસભા ચૂંટણી-2024 માટે ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે. ત્યારે આપણા વિસ્તારના ઉમેદવારો વિશે સંપૂર્ણ માહિતી મેળવવી એક જાગૃત મતદાતા તરીકે આપણી ફરજ છે. આજના ટેકનોલોજીના યુગમાં આધુનિકતા સાથે આગળ વધવા ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા મતદારોને મદદરૂપ બને તેવી વિવિધ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેમાંથી એક અતિઉપયોગી એપ્લીકેશન છે- KYC-Know Your Candidate એપ્લિકેશન.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply