નીતિનભાઇ પટેલે નડિયાદમાં કરી ભાજપ સ્થાપના દિનની ઉજવણી
Live TV
-
કોંગ્રસે માત્ર ને માત્ર જ્ઞાતિવાદ કોમવાદ પ્રદેશવાદ જેવા મુદાઓને ચગાવીને જ સત્તા હાંસલ કરી : નાયબ મુખ્યમંત્રી
ગુજરાત ભરમાં ભાજપના સ્થાપના દિનની ઉજવણી થઇ રહી છે ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પીપલગ ગામે ભાજપના 38માં સ્થાપના દિનની ઉજવણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાની ભવ્યાતિભવ્ય ઉજવણી થઇ હતી. નડિયાદ તાલુકાના પીપલગ ગામને ભાજપના સ્થાપના દિન નિમિતે સમગ્ર ગામ કેસરિયા રંગથી શણગારવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સમગ્ર ગામની શેરી અને માર્ગો ઉપર ફરીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું. ઠેર ઠેર પ્રજાજનોને જાણે હરખની હેલી ચઢો હોઈ તેમ ગુલાબની પાંખડીયોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભાજપની 1980 થી શરું થયેલી મંગળ યાત્રાના આરોહ અને અવરોહને વણવીને જણાવ્યું હતું કે કોંગ્રસે માત્ર ને માત્ર જ્ઞાતિવાદ કોમવાદ પ્રદેશવાદ જેવા મુદાઓને ચગાવીને જ સત્તા હાંસલ કરી હતી. ભાજપની સ્થાપના થઇ અને 38 વર્ષના ટૂંકા ગાળામાં દેશના ચાર રાજ્યોને બાદ કરતા સર્વત્ર સતા હાંસલ કરી છે. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ દેવુંસિંઘ ચૌહાણ વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને ભાજપના કાર્યકરો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.