દાંડી યાત્રાને આજે ૮૮ વર્ષ પુર્ણ થયા
Live TV
-
ગુજરાત પ્રદેશ કોગ્રેસ સેવાદળ દ્વારા દાંડીયાત્રા યોજાઇ.
ગાંધીજીએ પોતાન અનુયાયીઓ સાથે સાબરમતી આશ્રમથી પગપાળા ચાલીને નવસારી જિલ્લાના દાંડી ગામે મીઠાના કાળા કાયદાનો ભંગ કર્યો હતો અને સવિનય કાનુનભંગની લડતની શરુઆત કરી હતી. જે ઐતિહાસિક દાંડી યાત્રાને આજે ૮૮ વર્ષ પુર્ણ થયા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ આયોજિત નમક સત્યાગ્રહ પદયાત્રાનો આરંભ ગુજરાત કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને પૂર્વ કોગ્રેસ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવડીયાએ ગાંધીજીની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી મટવાડ ગામથી દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
૧૨ માર્ચ ૧૯૩૦માં ઉપાડેલ ઝુંબેશએ દેશમાં ક્રાંતિ સર્જી હતી જેના મુખ્યસુત્રધાર મહાત્મા ગાંધીએ અંગ્રેજોએ લગાવેલ કર ના વિરોધમાં સાબરમતી આશ્રમથી પગપાળા દાંડી યાત્રા શરુ કરી હતી. જે ૬ થી એપ્રિલે નવસારીના દાંડીગામે આવી પોહચી હતી. ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને અંગ્રજી સલ્તનતને લુણો લગાવ્યો હતો. જે એતિહાસિક દિવસની યાદમાં ગુજરાત પ્રદેશ કોગ્રેસ સેવાદળ દ્વારા દર ૬થી એપ્રિલે મટવાડ ગામેથી પગપાળા દાંડીયાત્રા કરીને ગાંધીના બલિદાનને યાદ કરે છે.
ગુજરાત પ્રદેશ કોગ્રેસ સેવાદળ દ્વારા નવસારી જીલ્લાના મટવાડ ગામથી ૭ કીમી લાંબી યાત્રા ગાધીજીની ઐતિહાસિક દાંડીકૂચ યાત્રાને તા્જી કરવા માટે યોજવામા આવી હતી. જેમાં કોંગ્રેસ અને સેવાદળના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પગપાળા યાત્રામાં કોગ્રેસના પરેશભાઈ ધાનાણી, અર્જુન મોઢવડિયા, તુષાર ચૌધરી , સેવાદળનાં મંગળસિહ સોલંકી,પૂર્વ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળના મહેન્દ્ર જોશી, પ્રતાપનારાયણ મિશ્રાજી અને મિનલબેન ગોહિલ સાથે ૨૦૦ થી વધુ કોંગી કાર્યકરો જોડાયા હતા દાંડી ખાતે ગાંધી પ્રતિમાને સુતર આટી અર્પણ કરી ગાંધી વંદના સાથે ગાંધી જીવનના સંદેશને જીવનમંત્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.ગાધીજીના બલિદાન અને પુરુષાર્થના પગલે દેશને આઝાદી મળી છે અને લોકો લોકશાહીને પગલે સ્વતંત્રતાનો અનુભવ કરી રહ્યા છે. તથા સમગ્ર વિશ્વને આપેલા સત્ય અને અહિંસાના મહામંત્રને જપી રહ્યા છે. ત્યારે દાંડીયાત્રા કે કાર્યક્રમો નહી પરંતુ ગાઘીવિચારોનુ અનુકરણ અને અનુસરણ જ ગાધીજીની દાંડી યાત્રાને સાર્થક કરી શકે છે.