નીતિનભાઇ પટેલે યુ.એન મહેતા હોસ્પિટલની લીધી મુલાકાત
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને અગ્ર સચિવ જયંતી રવીએ દેશભરમાં હ્યદયરોગની સારવાર માટે પ્રખ્યાત યુ એન મહેતા હોસ્પીટલના નવા બિલ્ડીંગનની મુલાકાત લીધી હતી. આ નવું બિલ્ડીંગ ખાસ હ્યદય રોગના બાળ દર્દી માટે બનાવવામાં આવ્યું છે.
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને અગ્ર સચિવ જયંતી રવીએ દેશભરમાં હ્યદયરોગની સારવાર માટે પ્રખ્યાત યુ એન મહેતા હોસ્પીટલના નવા બિલ્ડીંગનની મુલાકાત લીધી હતી. આ નવું બિલ્ડીંગ ખાસ હ્યદય રોગના બાળ દર્દી માટે બનાવવામાં આવ્યું છે. 300 કરોડના ખર્ચે તૈયાર થયેલાં આ બિલ્ડીંગમાં ઓપીડી, કેથ લેબ, રેડીયોલોજી વગેરે તમામ સુવિધાઓઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું , કે આ બિલ્ડીંગને વહેલું ખુલ્લું મુકવાનું હતું, પરંતુ કોરોના મહામારીના લીધે તેને કોવીડ હોસ્પીટલમાં ફેરવવામાં આવ્યું હતું. હાલ અમદાવાદમાં સરકારના પ્રયત્નોથી કોવિડનું સંક્રમણ કાબુમાં આવ્યું છે. ત્યારે હવે આ બિલ્ડીંગને તેના મુળ હેતુ માટે ખુલ્લું મુકવામાં આવશે.
