Skip to main content
Settings Settings for Dark

વડોદરાના જાંબુઆ ગામમાં ઢાઢર નદીમાં પાંચથી સાત મગર દેખાયા

Live TV

X
  • વડોદરા મગરોનું શહેર અને આશ્રય સ્થાન ગણાય છે. વડોદરાની વચ્ચેથી સર્પાકારે પસાર થતી વિશ્વામિત્રી નદીના કોતરોમાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે.

    વડોદરા મગરોનું શહેર અને આશ્રય સ્થાન ગણાય છે. વડોદરાની વચ્ચેથી સર્પાકારે પસાર થતી વિશ્વામિત્રી નદીના કોતરોમાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. ત્યારે વડોદરા નજીક આવેલ જાંબુઆ ગામમાંથી પસાર થતી ઢાઢર નદીમાં 5 થી 7 જેટલા મગર જોવા મળ્યા હતા. વિશ્વામિત્રી નદીનું પાણી ઢાઢર નદીને મળતા નદીમાં પાણીની આવક વધતા મગર ઢાઢર નદીનાં કાંઠાનાં વિસ્તારોમાં બહાર નીકળી આવ્યા હતા. સ્થાનિક રહીશોએ વન વિભાગને આ અંગે જાણ કરી હતી. મોડી રાત્રે બે કલાકની ભારે જહેમત બાદ 8 ફૂટ લાંબા મહાકાય મગરનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply