સુરતમાં ખાડી પૂરને કારણે ફરીથી ચિંતાનો માહોલ
Live TV
-
સુરત શહેરમાં ખાડી પુરને કારણે ફરીથી ચિંતાનો માહોલ સર્જાયો છે. સુરત શહેરની ભેદવાળ ખાડી પુરમાં આજે સવારથી પાણીની સપાટી ઉપર આવતા શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
સુરત શહેરમાં ખાડી પુરને કારણે ફરીથી ચિંતાનો માહોલ સર્જાયો છે. સુરત શહેરની ભેદવાળ ખાડી પુરમાં આજે સવારથી પાણીની સપાટી ઉપર આવતા શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસી રહેલા વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. હજુ પણ ભારે વરસાદની આગાહીના કારણે મુશ્કેલી ન વધે તે માટે લોકોને સાવચેતી રાખવા સૂચન કરાયું છે.
