નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે: કોલેજ મિત્રોથી બિઝનેસ પાર્ટનર અને જીવનસાથી બન્યા વડોદરાના આ 'પાવર કપલ'
Live TV
-
'નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે' નિમિત્તે વડોદરાના એક એવા યુવા દંપતીની સફર પ્રેરણારૂપ બની છે, જેમણે મિત્રતાને બિઝનેસ અને જીવનના મજબૂત સંબંધમાં બદલી છે.
દિશિત મુંજપરા અને ખુશી પંચાલ, જેઓ વર્ષ 2019માં SVIT કોલેજમાં એરોનોટિકલ એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન મિત્રો બન્યા હતા, આજે 'રેવડ્રોન્સ ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ' નામની સફળ કંપનીના સહ-સ્થાપકો છે.કોલેજ સમયની ડ્રોન ટેક્નોલોજી અને એરો-મોડેલિંગની વર્કશોપથી શરૂ થયેલી તેમની આ સફર આજે વ્યવસાયિક કંપની સુધી પહોંચી છે. તેમની કંપની ડ્રોન ટેક્નોલોજી દ્વારા વિવિધ ઉદ્યોગોને સેવાઓ પૂરી પાડે છે અને આજે તેમની સાથે 6 કર્મચારીઓ જોડાયેલા છે. દિશિત અને ખુશી જણાવે છે કે, પરસ્પર સમજણ અને એકબીજાના સ્વભાવની જાણકારી હોવાથી બિઝનેસમાં પડકારોનો સામનો કરવો સરળ બને છે.Mamaearth અને SUGAR Cosmetics જેવા સફળ કપલ-બિઝનેસ મોડલથી પ્રેરિત આ જોડી હાલમાં વડોદરામાં યોજાનાર 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ'ના પૂર્વાર્ધમાં યુવા સાહસિકો માટે આદર્શ બની છે. તેઓ અન્ય યુગલોને સંદેશ આપે છે કે, જો લાઈફ પાર્ટનર જ કો-ફાઉન્ડર હોય, તો કામ અને અંગત જીવન બંનેમાં સફળતાની શક્યતાઓ વધી જાય છે.
