Skip to main content
Settings Settings for Dark

ભાવનગર: 'ગાર્બેજ ટુ ગ્રીન' વિષય પર સેમિનારનું આયોજન, પર્યાવરણ સંરક્ષણ માટે નાગરિકોને અપીલ

Live TV

X
  • ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરદારનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે પર્યાવરણ જાગૃતિ અંગે ખાસ સેમિનાર યોજાયો હતો.

    કાર્યક્રમમાં મેયર ઉષાબેન તલરેજા, મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર મીના અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.સેમિનારમાં ઇસરોની પૂર્વ વૈજ્ઞાનિક પૂર્ણિમા સાવરગાંવકર, પર્યાવરણવિદ ડૉ. રૂપલબેન વૈદ્ય અને પર્યાવરણ શિક્ષક લોકેન્દ્ર બાલસારિયાએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ઘરમાંથી નીકળતા ભીના કચરામાંથી સજીવ ખાતર બનાવીને ઘરઆંગણે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી શકાય છે. કાર્યક્રમમાં "ગાર્બેજ ટુ ગ્રીન", "હોમ કમ્પોસ્ટિંગ" અને વૃક્ષારોપણ જેવા વિષયો પર ભાર મૂકતા વક્તાઓએ જણાવ્યું હતું કે, હરિયાળું અને સ્વચ્છ ભાવનગર બનાવવા માટે જળ સંરક્ષણ અને પર્યાવરણનું જતન એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
apply