Skip to main content
Settings Settings for Dark

નોકરી-સેવા દરમ્યાન અવસાન પામતા વર્ગ ૩-૪ના કર્મયોગીઓના આશ્રિતોને નાણાંકીય સહાય મેળવવા માટેની અરજીના સમયમર્યાદામાં વધારો

Live TV

X
  • રાજ્ય સરકારમાં ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામતા વર્ગ ૩-૪ના કર્મયોગીઓના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા 6 માસથી વધારી એક વર્ષની કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા કર્મયોગીઓના આશ્રિતોને મોટી રાહત આપતો આ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. રાજ્ય સેવા વર્ગ-૩ અને ૪ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમ રાહે નિમણૂંક આપવામાં આવતી હતી. પરંતુ 2011થી આવી નિમણૂંકના વિકલ્પે રાજ્ય સરકારે આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને ઉચ્ચક નાણાંકીય સહાય આપવાનો અભિગમ અપનાવેલો છે. જેથી હવે સરકારમાં કરવાની થતી અરજીનો સમય 6 માસથી વધારી 12 માસ કરવાનો નિર્ણય કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply