Skip to main content
Settings Settings for Dark

સંશોધન દરમિયાન કચ્છમાં આગામી સમયમાં ભૂકંપનો મોટો આંચકો આવી શકે એવું તારણ સામે આવ્યું

Live TV

X
  • કચ્છમાં આગામી સમયમાં ભૂકંપનો મોટો આંચકો આવી શકે એવું તારણ સંશોધન દરમિયાન સામે આવ્યું છે. ક્ચ્છ યુનિવર્સિટી અને ગાંધીનગર સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા કરાયેલા સંશોધનમાં આ વાત સામે આવી છે. કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ સાયન્સ વિભાગના વડા ડો. એમ.જી. ઠક્કર અને જિયોલોજિસ્ટ ડો. ગૌરવ ચૌહાણની સાથે આઇએસઆર ગાંધીનગરના ગિરીશ કોઠિયારી અને સુનીલ કુદરેગુલા તેમજ કચ્છ યુનિના ડો. એમ.ડી.ઠક્કર અને ગૌરવ ચૌહાણે સેટેલાઇટ ઇમેજના આધારે નિરોણા ગામની આજુબાજુના વિસ્તારમાં ફોલ્ટ શોધી લીધો હતો. આ ફોલ્ટ લાઈન જમીનના પેટાળમાં લખપતથી લઈને ભચાઉ સુધી 180 કિમી જેટલી લાંબી છે. સશોધનમાં 5000 વર્ષ પૂર્વે આવેલા ભૂકંપના અવશેષોરૂપી ખડકો મેળવી તેનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરાયો હતો. સેટેલાઇટ ઈમેજ ઉપરાંત રેડિયો કાર્બન' ટેકનોલોજીનો અભ્યાસ કરી કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇનમાં વર્ષો પૂર્વે અનુભવાયેલા મોટા ભૂકંપની માહિતી મેળવાઇ હતી. કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો નથી જેથી આગામી સમયમાં ભૂકંપ આવી શકે એમ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply