Skip to main content
Settings Settings for Dark

ગુજરાત કોરોના અપડેટ: નવા 1068 કેસ, 872 દર્દીઓ રિકવર તો વધુ 26 દર્દીઓના મૃત્યુ

Live TV

X
  • રાજ્ય માં ,દિવસે ને દિવસે, કોરોના નું સંક્રમણ ,વધી રહ્યું છે. ત્યારે, છેલ્લા 24 કલાક માં ,રાજ્ય માં ,1,068 કેસ નોંધાયા છે. તો 872 દર્દીઓ ,સ્વસ્થ થતાં ,તેમને રજા આપવા માં આવી છે. અને 26 લોકો નાં , મૃત્યુ થયા છે. અન્ય રાજ્યોની સરખામણી માં ,ગુજરાત માં ,કોરોના ના દર્દીઓની સંખ્યા નું પ્રમાણ ,10 મા ક્રમે રહ્યું છે. ત્યારે રાજ્ય માં ,સૌથી વધારે કેસ સુરત જિલ્લા માં, નોંધાયા છે. સુરતમાં સૌથી વધારે ,309 કેસ નોંધાયા છે ત્યાર બાદ ,અમદાવાદ માં ,176, વડોદરા માં 92 અને રાજકોટ માં ,59 કેસ નોંધાયા છે. મહાનગરો બાદ ,નાના શહેરો માં પણ ,કોરોનાનું સંક્રમણ, સતત વધી રહ્યું છે. જ્યાં ભરૂચ માં ,30, અમરેલી અને બનાસકાંઠા માં 26-26, સુરેન્દ્રનગરમાં 25, કચ્છ અને મહેસાણા માં 22-22, ભાવનગર માં 21, પાટણમાં 20, ગીર-સોમનાથ અને નવસારીમાં 19-19 કેસ નોંધાયા છે.

    અમરેલી જિલ્લામાં ગઈ કાલ સાંજથી આજે સવાર સુધીમાં કોરોનાના નવા 23 કેસ નોંધાતા પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. જિલ્લામાં સંક્રમિતોની કુલ સંખ્યા 286 પર પહોંચી ગઈ છે. જેમાં પાંચ કેસ અમરેલી શહેરમાં નોંધાયા છે. બગસરામાં પણ એક સાથે 5 કેસ આવતાં કોરોનાનું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે. એ જ રીતે કુંકાવાવ તાલુકાના જંગર ગામમાં 2, ધારીમાં 3, બાબરાના ગમા પીપરિયામાં 1 સહિત લાઠી તાલુકાના દુધાળા ગામમાં અને કૃષ્ણગઢ ગામમાં 1-1 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. સાવરકુંડલાના સીમરણ ગામમાં પણ 1 જણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અણરેલીમાં લીલીયા રોડ પર દ્વારકેશનગરમાં રહેતા 46 વર્ષીય વ્યક્તિ, શ્યામનગરમાં રહેતા 13 વર્ષના કિશોર, ઉપરાંત ગોકુલ ગાર્ડનમાં રહેતા 65 વર્ષના વૃદ્ધા સહિત પાંચ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. સાવરકુંડલામાં હાથસણી રોડ પર ગણેશવાડીમાં રહેતાં 36 વર્ષના યુવાન અને લાઠીના કેરાળા ગામમાં 61 વર્ષીય વૃ્દ્ધ તો જાફરાબાદમાં 35 વર્ષની મહિલા અને 40 વર્ષના ભાઈ તેમજ 86 વર્ષના વૃદ્ધનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

    રાજકોટ શહેર ,અને જિલ્લા માં ,દિવસે ને દિવસે કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે જુદા જુદા વિસ્તાર માં ,કોવિડ 19 હોસ્પિટલ ઉભી કરવા માં ,આવી રહી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ,શહેરના મોરબી રોડ પર આવેલ ,કોમ્યુનિટી હોલ ખાતે ,પુંઠાના બેડ વાળી ,કોવિડ 19 હોસ્પિટલ, તૈયાર કરવામાં આવી છે. અત્યાધુનિક કોવિડ કેર સેન્ટર માં ,દર્દીઓ માટે, તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવી છે. અહીં ,કુલ 75 બેડ રાખવા માં આવ્યા છે. દરેક બેડ, 300 કિલો સુધી નું ,વજન સહન કરી શકે ,તેવી મજબુતાઇ સાથે ,બનાવવામાં આવ્યા છે. સાથે ,તેને સરળતાથી ,સેનેટાઇઝ કરી શકાય ,તે પ્રકારનું પ્લાસ્ટિક કોટિંગ મટીરીયલ રાખવામાં આવ્યું છે. આ બેડ ,માત્ર 900 થી 1000 રૂપિયા માં ,તૈયાર થાય છે, તેમજ એક વખતના વપરાશ બાદ તેનો નાશ પણ કરી શકાય છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply