સુરત -અમદાવાદમાં ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઈન્જેક્શનના મોટા કાળાબજારી નેટવર્કનો પર્દાફાશ
Live TV
-
કોરોના મહામારીમાં કોવિડ-૧૯થી સંક્રમિત થયેલા અતિ ગંભીર દર્દીઓ માટે આશિર્વાદરૂપ ઇન્જેક્શનોના થતાં કાળાબજાર ઉપર ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા, લાલ આંખ કરવામાં આવી છે. રેમડે સીવીર ,અને ટોસીલી ઝુમેબ ,ઇંજેક્શનના ,કાળાબજારનું નેટવર્ક ,બહાર લાવવા ,તંત્ર દ્વારા અમદાવાદના ,એક મેડીકલ રીપ્રેઝન્ટેટીવને ,બોગસ ઓર્ડર આપી ,એક મોટા કાળાબજારના નેટવર્કનો ,પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદનો ,મેડીકલ રીપ્રેઝન્ટેટીવ ,સુરતના એક ઇસમ સાથે મળીને ,સમગ્ર નેટવર્ક ચલાવતો હોવાની વિગતોના આધારે, સુરત ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ,સુરત ખાતેથી રૂ. ૪ લાખ ૬૫ હજારની કિંમતના ઇન્જેક્શનોનો જથ્થો પકડી પાડી સમગ્ર ગુનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ ખાતેથી સમગ્ર નેટવર્ક ચલાવતા મુખ્ય સુત્રધારને ત્યાં દરોડો પાડી રેમડેસીવીરના ૯૯ જેટલા ઇન્જેક્શનનો જથ્થો ઝડપી પાડીને કુલ ૧૦ લાખ ૮૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડો. એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે કે, આ મામલે આંતરરાષ્ટ્રીય કૌભાંડ ખુલે તેવી શક્યતા છે
