ATSએ તાપીના વ્યારામાંથી ત્રણ નક્સલીઓની કરી ધરપકડ
Live TV
-
પથ્થલગડી ચળવળના કાર્યકર્તા તેમજ ઝારખંડના અનેક ગુનાઓમાં હતા વોન્ટેડ
તાપીના વ્યારામાંથી એટીએસની ટીમે મહિલા સહિત ત્રણ નક્સલીઓની ધરપકડ છે.. એટીએસના અધિકારીઓએ માહિતીના આધારે તાપીનાં વ્યારામાંથી ઝારખંડના ત્રણ નક્સલીઓને ઝડપી પાડ્યાં છે.. જેમાં સામુ ઓરેયા., બિરસા ઓરેયા., અને બબીતા કછપની ધરપકડ કરી છે.. સામુ અને બિરસા તાપીના વ્યારામાં રહેતા હતાં. જ્યારે બબીતા મહિસાગરના સંતરામ તાલુકાના જલદાડા ગામમાં રહેતી હતી.. આ નક્સલીઓ સહિત તેના અન્ય સાથીદારો પથ્થલગડી ચળવળના કાર્યકર્તાઓ છે.. તેઓએ સતપતી સંપ્રદાયના અનુયાયીઓને ચુંટાયેલી સરકારને ઉથલાવવા હિંસક ઉપાયો કરવા, ગુનાહિત રીતે ઉશ્કેરવા ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.. પોલીસને તેમના મકાનની ઝડતી દરમિયાન પ્રતિબંધિત સંગઠન ગણાતી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાને લગતી પત્રિકાઓ અને મુદ્રીત સામગ્રીઓ પણ તેમના મોબાઈલ અને લેપટોપમાંથી મળી આવી હતી.. બિરસા અને સામુ સહિતના આરોપીઓ દ્વારા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક સતપતી સંપ્રદાયના અનુયાયીઓમાં પથ્થલગડી વિચારધારાનો પ્રચાર કરવામાં માટે નાણાં પણ એકત્રિત કરવામાં આવ્યાં છે.
