પંચમહાલ: કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના 'રવિ કૃષિ મહોત્સવ-2025'ની ભવ્ય ઉજવણી
Live TV
-
ગુજરાતના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક છબનપુર ખાતે રામ દરબાર મંદિર પાસે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-2025ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
મંત્રી રાઘવજી પટેલે તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2001માં 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના સૂત્ર સાથે ગુજરાતને વિકાસના પંથે આગળ વધાર્યું. તેમણે સૌપ્રથમ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કૃષિ મહોત્સવનું આયોજન કર્યું, જેના દ્વારા કૃષિ રથો મારફતે ખેડૂતોને નવા બિયારણ, સંશોધનો, કાયદાઓ અને યાંત્રિક સાધનો અંગે માહિતગાર કરાયા. પરિણામે, ગુજરાતનો કૃષિ વિકાસ દર 9.75% રહ્યો છે. આ પ્રગતિને આગળ ધપાવવા માટે, સરકારે ખેડૂતો માટે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકે તે અર્થે આઈ-ખેડૂત પોર્ટલ પણ શરૂ કર્યું છે.
ટ્રેક્ટર સહાય રૂ. 45,000-60,000 થી વધારીને રૂ.1 લાખ સુધીની કરાઈ.સહાય રૂ. 75,000 થી વધારીને રૂ. 1 લાખ કરી.ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે 'ડ્રોન દીદી યોજના' અમલમાં મૂકી.છેલ્લા 10 વર્ષમાં 1 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 12 હજાર કરોડથી વધુની કુદરતી આફત સહાય આપવામાં આવી છે.ખેતી માટેની વીજળીના બિલમાં રાહત માટે બજેટમાં રૂ. ૧૦ હજાર કરોડથી વધુની જોગવાઈ કરાઈ છે.
યોજના થકી અત્યાર સુધીમાં ખેડૂતોને રૂ. 21 હજાર કરોડથી વધુની સહાય મળી છે.પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીના વ્યાપ પર ભાર મૂકતા મંત્રીએ કહ્યું:પ્રાકૃતિક કૃષિ વિશ્વવિદ્યાલય: પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે તેની સ્થાપના કરવામાં આવી છે. રૂ. 150 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે.દેશી ગાય આધારિત ખેતી: ખેડૂતને દેશી ગાય રાખવા માટે દર મહિને રૂ. 900(વાર્ષિક રૂ. 10,800 )ની આર્થિક સહાય આપવામાં આવે છે.
પ્રગતિ: હાલમાં રાજ્યના 2.4 લાખ હેક્ટર વિસ્તારમાં 5.64 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.આગામી સમયમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને સહાય આપી ઉદ્યોગ વિકસાવવામાં આવી રહ્યો છે. કેરી, શાકભાજી, સૂકી ડુંગળી અને લસણ જેવી કૃષિ પેદાશોની નિકાસ વધારવા પ્રયત્નો કરાયા છે.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે જણાવ્યું કે ગુજરાતની વિકાસની 24 વર્ષની યાત્રાને વિકાસ સપ્તાહના રૂપે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે રવિ કૃષિ મહોત્સવનું આયોજન આગામી રવિ પાકને ધ્યાનમાં રાખીને કૃષિ તાંત્રિકતા, વિવિધ યોજનાઓ અને નવીન સાધન સામગ્રી વિશે ખેડૂતોને જાણકારી મળી રહે તે આશયથી કરવામાં આવ્યું છે.
ઉપાધ્યક્ષએ પંચમહાલ ડેરી અને પંચમહાલ બેંકની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે આ બંનેનું મોડેલ કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશ માટે લેવામાં આવ્યું છે, જેણે 100% સિદ્ધિ હાંસલ કરી છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગરના ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીનું કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ધિરાણ આપવામાં આવે છે.
કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને "પ્રાકૃતિક ખેતી અને કૃષિના નવતર પ્રયોગો" જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે જિલ્લાના અંદાજિત ૩૦ થી વધુ ખેડૂત લાભાર્થીઓને કૃષિ વિભાગના વિવિધ ઘટકો અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, મહાનુભાવોએ કૃષિ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે અનેક ધારાસભ્યો, સાંસદો, પદાધિકારીઓ તેમજ કૃષિ વિભાગના રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ.અંજુ શર્મા, પશુપાલન વિભાગના સચિવ સંદીપ કુમાર અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
