પંચમહાલ: પાનમ ડેમમાંથી 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
Live TV
-
ખેતી મુખ્યત્વે પાણી પર નિર્ભર હોય છે. સિંચાઈ માટે પાણી મળે તો ગુણવત્તાસભર પાક મળી રહે જે માટે પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી સિંચાઇ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદની અનિયમિતતાને લઇને જિલ્લાનાં ખેડૂતો દ્વારા પાણી છોડવા માટે માંગ કરવામાં આવી હતી.
ખડૂતોની પાણી છોડવાની માંગને લઈ પાણી છોડવામાં આવતા ખેડૂતોને બહુ મોટી રાહત થઈ છે. ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ડાંગરના પાકને મોટી રાહત થશે. હાલ પાનમ ડેમમાંથી 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અને આગામી સમયમાં 500 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે. પાણી છોડાતા 100 જેટલા ગામોના ખેડૂતોને ખેતીમાં લાભ થશે.
