પંચમહાલ લોકસભા બેઠકનાં મતદારો અને પ્રબુધ્ધ નાગરિક સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાધ્યો સંવાદ
Live TV
-
પંચમહાલ લોકસભા બેઠકનાં મતદારો અને પ્રબુધ્ધ નાગરિક સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંવાદ સાધ્યો હતો.પાંચ લાખ કરતા વધુ લીડથી પંચમહાલ બેઠક જીતવા ભાજપનાં કાર્યકર્તાને મુખ્યમંત્રીએ હાકલ કરી હતી.પંચમહાલ જિલ્લાની લોકસભા બેઠક ઉપર મતદાનની પ્રક્રિયા દરમિયાન મતદારોને બુથ સુધી કઈ રીતે પહોંચાડવા એ વિશે પણ મુખ્યમંત્રીએ મતદારો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યુ હતુ..લોકસભા બેઠકના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ગોધરાના સિનિયર તબિબ દ્વારા ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદી મૃતપાઈ અવસ્થામાં આવી ગઈ હોવાથી મેસરી નદીને પુનર્જીવિત કરવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું. સાથે માંગ કરી હતી કે મેસરી નદીને પુનર્જીવિત કરવા માટે સરકાર દ્વારા 200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે. જે પ્રશ્નના જવાબમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા મેસરી નદી ને પુનર્જીવિત કરવા માટેના તમામ પ્રયત્નો સરકાર દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે એમ આશ્વાસન આપવામાં આવ્યુ હતુ.