અમદાવાદમાં અટલ બ્રિજ ખાતે યુવાનોએ મતદાન કરવાના શપથ લીધા, ફર્સ્ટ ટાઇમ વોટર્સ દ્વારા સાંસ્કૃતિક ઝાંખી સાથે સિગ્નેચર કેમ્પેઇન યોજાયું
Live TV
-
અમદાવાદના ફર્સ્ટ ટાઇમ વોટર્સ દ્વારા દેશની સાંસ્કૃતિક ઝાંખી સાથે સિગ્નેચર કેમ્પેઇન પણ યોજાયું હતું
અમદાવાદમાં અટલ બ્રિજ' ખાતે યુવાનોએ મતદાન કરવાના શપથ લીધા હતા. સાથે જ અમદાવાદના ફર્સ્ટ ટાઇમ વોટર્સ દ્વારા દેશની સાંસ્કૃતિક ઝાંખી સાથે સિગ્નેચર કેમ્પેઇન પણ યોજાયું હતું. તો ગુજરાત યુનિવર્સિટીની બી.કે.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના યુવાનો દ્વારા 'મતદાન જાગૃતિ' અંગે રેલી પણ યોજાઈ હતી. સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી યોગેશ પારેખે જણાવ્યું હતું કે વિવિધ પ્રવૃતિઓ દ્વારા યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
દેશભરમાં લોકસભા ચૂંટણીને લઈ ધીરે ધરી ચૂંટણી માહોલ જામી રહ્યો છે. ત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા પણ મતદારોને મતદાન કરવા માટે પ્રરણા આપવા અને પોતાના મતાધીકારનો ઉપયોગ કરવા વિવિધ કેમ્પેઈન ચલાવવામાં આવે છે. ત્યારે અમદાવાદના અટલ બ્રિજ ખાતે યુવાઓ દ્વારા દેશની સાંસ્કૃતિક ઝાંખી સાથે સિગ્નેચર કેમ્પેઈન યોજીને મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા હતા.