Skip to main content
Settings Settings for Dark

ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનનો અમદાવાદ YMCA ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો

Live TV

X
  • ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને ગુજરાતની 50,000થી વધુ કોચિંગ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ફેડરેશનની યોજાયેલી એન્યુઅલ જનરલ મીટીંગમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ભાવનગર, જેતપુર, જુનાગઢ, હિંમતનગર, પાલનપુર, પોરબંદર, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, સુરત, વરાછા, કતારગામ, કેશોદ, ગાંધીનગર સહિતના એસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. 

    ફેડરેશન ગુજરાતના 1,000 થી વધારે સંલગ્ન કોચિંગ સેન્ટરો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન એડમિશનની નિ:શુલ્ક સુવિધા પૂરી પાડશે. કોચિંગ ક્લાસ માટેની ગાઇડલાઇન બનાવતા પહેલા સરકાર ફેડરેશનની સાથે ચર્ચા કરે અને જે પ્રમાણે વકીલાત માટે બાર કાઉન્સિલ, ફાર્મસીસ્ટ માટે ફાર્મસી કાઉન્સિલ રજીસ્ટ્રેશનની નોડલ ઓથોરિટી છે એ જ પ્રમાણે ફેડરેશનને પણ કોચિંગ ક્લાસીસ રજીસ્ટ્રેશન માટે નોડલ એજન્સી નીમવામાં આવે.

    ફેડરેશનની એન્યુઅલ જનરલ મીટીંગમાં ઉપરોક્ત મુદ્દાઓને સર્વાનુમતે ઠરાવવામાં આવ્યા હતા અને વિવિધ ઘટક સંઘો દ્વારા તેઓના દ્વારા કરેલા શિક્ષણલક્ષી કાર્યોની માહિતી પણ સમગ્ર ગુજરાતમાંથી આવેલા શિક્ષણવિદોને આપવામાં આવી હતી. ફેડરેશનનો એકેડેમી એસોસિએશનના નવ નિયુક્ત પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, "ફેડરેશનમાં શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ અને શિક્ષણને લગતા પ્રશ્નો માટે આગામી બે વર્ષનો સંપૂર્ણ રોડ મેપ તૈયાર કરવામાં આવશે અને તે મુજબ તેને વળગી રહીને કાર્ય પદ્ધતિ અપનાવવામાં આવશે." એ.જી.એમ.માં આગામી બે વર્ષ માટે શ્રી હેમાંગભાઈ રાવલને પ્રમુખપદ તરીકે સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ઉપપ્રમુખ, ડેપ્યુટી પ્રેસિડેન્ટ, પ્રદેશ પ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ અને પી.આર.ઓ શ્રીઓનો પણ શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
apply