Skip to main content
Settings Settings for Dark

પંચમહાલ: સીનિયર સીટિઝન સ્પર્ધાનું આયોજન, નામ નોંધાવવા માટેની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી

Live TV

X
  • 18 જાન્યુઆરી સુધીમાં નિયત નમૂનાનું પ્રવેશપત્ર જમા કરાવવાનું રહેશે.

    ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023-24 દરમિયાન સીનિયર સીટિઝન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા  સીનિયર સીટિઝન માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ સ્પર્ધામાં વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ રમતોમાં ભાગ લેવા ઇચ્છતા સીનિયર સીટિઝન ભાઇઓ તથા બહેનોએ 18 જાન્યુઆરી સુધીમાં નિયત નમૂનાનું પ્રવેશપત્ર જમા કરાવવાનું રહેશે. આ ફોર્મ સાથે ડોકટરનું ફિટનેસ સર્ટીફિકેટ તથા આધારકાર્ડની નકલ આપવાની રહેશે. સમય મર્યાદામાં આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવશે. વધુ માહિતી માટે જીલ્લા રમત ગમત અધિકારીની કચેરીના ફોન નંબર પર 8469976840 પર કોલ કરીને માહિતી મેળવી શકાશે.

    નિયત નમૂનાનું પ્રવેશપત્ર મેળવવાનું સ્થળ-

    જિલ્લા રમતગમત અધિકારીની કચેરી પંચમહાલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કનેલાવ તળાવ પાસે, ગોધરા-389001, પંચમહાલ, ગોધરા ખાતેથી મેળવીને સંપૂર્ણ વિગતો સાથે 18 જાન્યુઆરી સુધીમાં મોકલી આપવાનું રહેશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
apply