ગુજરાત ગ્લોબલ સમિટનો આજે છેલ્લો દિવસ, ગૃહમંત્રી અમિત શાહ સમાપન સત્રને સંબોધન કરશે
Live TV
-
ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે છેલ્લો દિવસ છે.
ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે છેલ્લો દિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સમાપન સત્રને સંબોધશે. કેન્દ્રીય સૂક્ષ્મ, લધુ અને મધ્યમ રાજ્યમંત્રી નારાયણ રાણે MSME કોન્ક્લેવમાં શામેલ થયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કિશોર કૌશલ સરક્યુલર અર્થતંત્ર પર સેમિનારમાં ઉપસ્થિત રહ્યા છે. ઉપરાંત પરિષદના અંતિમ દિવસે ક્લીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, નેટ ઝીરો સહિતના વિવિધ વિષયો પર સેમિનાર થશે. ઇશાન ભારતના વિકાસ પર આયોજીત સેમિનાર પણ યોજાશે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે 11 જાન્યુઆરીએ સંબોધન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વાઇબ્રન્ટ સમિટમાં ભવિષ્ય માટે વર્કફોર્સનું નિર્માણ, ઉદ્યોગ માટે વિકાસ 4.0 પર સેમિનારને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં સ્ટાર્ટઅપ્સમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. 270 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને વર્ષ 2026માં પહેલી બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા સુધી દોડશે.
