મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UAEના વિદેશ મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે બેઠક યોજી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત UAEના વિદેશ વેપાર રાજ્ય મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે મુલાકાત બેઠક યોજી હતી. તેમણે ગ્રીન હાઈડ્રોજન ટેકનોલૉજી અને ડિસેલિનેશન પ્લાન્ટ માટે પણ યુએઈ-ગુજરાત સાથે મળીને આગળ વધી શકે છે તેમ જણાવ્યું હતું.
યુ.એ.ઈ. 2017થી વાઈબ્રન્ટ સમિટમાં ભાગીદાર દેશ તરીકે જોડાયેલો છે અને યુએઈના રોકાણકારોના ગુજરાતમાં રોકાણની સંભાવના ઉત્તરોત્તર વધતી રહી છે તેમ શ્રીયુત થાની બિન અહેમદે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ યુએઈના ઉદ્યોગ રોકાણકારોને પણ સાથે મળીને વિકાસમાં ભાગીદાર થવા આમંત્રણ આપ્યુ હતુ. અને ગુજરાતના ગિફ્ટ સિટી, ધોલેરા સર, ડાયમંડ બુર્સ જેવા પ્રકલ્પો ઉપરાંત રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન વગેરેમાં પણ ભાગીદારી થઈ શકે તેમ છે તેવું તેમણે વધુમાં કહ્યું હતું. સાઉદી અરેબિયાના મંત્રી સાથે આવેલા બિઝનેસ ડેલીગેશનના સભ્યોએ ગુજરાતમાં તેમના ઉદ્યોગોને જે સહયોગ મળ્યો છે તે માટે રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ અપ્રોચની સરાહના કરી હતી.
