પરસોત્તમ માસમાં દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ, મોરારિ બાપુએ સોમનાથ મંદિરમાં કર્યા દર્શન
Live TV
-
પવિત્ર પરસોત્તમમાસ ચાલી રહ્યો છે ત્યારે તીર્થ નગરી દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતું.
પવિત્ર પરસોત્તમમાસ ચાલી રહ્યો છે ત્યારે તીર્થ નગરી દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતું. વહેલી સવારથી જ દ્રારિકાધીશના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે પૂજ્ય મોરારિ બાપુની રામકથાનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ ઉપરાંત પૂજ્ય ભાઇ શ્રી રમેશ ઓઝાની ભાગવત કથા શરૂ થવાની હોવાથી ભક્તો દ્વારકા આવી પહોચ્યાં હતા. આવનારા ભક્તોને કોઇ પણ અગવડ ન પડે તે માટે મંદિર પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
બીજી તરફ કથાકાર મોરારિબાપુ રામકથાના દિવ્ય સંકલ્પ સાથે બાર જ્યોર્તિલિંગોમાંના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવના ટ્રસ્ટી દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરારિબાપુએ સોમનાથ મહાદેવને જળાભિષેક અને પૂજા અર્ચના પણ કરી હતી. ત્યારબાદ પુરોહિતો સાથે વૈદિક મંત્રોચ્ચાર કરી 1008 શિવલિંગનું પૂજન પણ તેમણે કર્યુ હતું.