ડાંગ: સાપુતારામાં કલાત્મક ચીજ વસ્તુના વેચાણ માટે 'સરસ મેળા'નું આયોજન
Live TV
-
ડાંગ જિલ્લાના સાપુતારામાં કલાત્મક ચીજ વસ્તુના વેચાણ માટે 'સરસ મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લાના સાપુતારામાં કલાત્મક ચીજ વસ્તુના વેચાણ માટે 'સરસ મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારની મહિલાઓને રોજગારી આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા સરસ મેળામાં 31 જિલ્લામાંથી 48 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ ડાંગની મુલાકાતે આવતા હોય છે, ત્યારે સહેલાણીઓએ સરસ મેળામાં કલાત્મક ચીજ વસ્તુની ખરીદી કરવાનો લહાવો લીધો હતો.