પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના ખજોદ વિસ્તાર સ્થિત સુરત ડાયમંડ બુર્સનું 17 ડિસેમ્બરે ઉદ્ઘાટન કરશે
Live TV
-
સુરત શહેરના ખજોદ વિસ્તાર સ્થિત સુરત ડાયમંડ બુર્સનું આગામી 17 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. ગત બુધવારે બુર્સના અગ્રણીઓ પ્રધાનમંત્રીને મળવા નવી દિલ્હી ખાતે ગયા હતા. ત્યારે 17 અને 24 ડિસેમ્બર એમ બે તારીખો પૈકી એક તારીખ પસંદ કરવાનું જણાવવામાં આવ્યું હતું.
આ અનુસંધાને હીરા બુર્સની મિટિંગમાં ઉદ્યોગકારો દ્વારા 17 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. આમ સુરત ડાયમંડ બુર્સમાં મોટી સંખ્યામાં સુરત અને મુંબઇના ઉદ્યોગકારોની ઓફિસો છે.