જાણો, રાજ્યમાં આજે યોજાયેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કયાં થયું કેટલું મતદાન
Live TV
-
ધાંગધ્રા નગરપાલિકા
રાજ્યમાં આજે નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર 6 ના એક સભ્ય માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. ભાજપના ઉમેદવાર અનિશાબેન ચૌહાણ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુલઝારભાઈ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન સવારના સાત થી સાંજના છ વાગ્યા સુધીમાં સરેરાશ 39 ટકા જેટલું મતદાન થયું હતું. તો, આગામી આઠ તારીખના રોજ મત ગણતરી યોજાશે.ભાવનગર-મહુવા અને પાલીતાણા નગરપાલિકા
આજે ભાવનગર જિલ્લાના મહુવા અને પાલીતાણા ખાતે કુલ 6 બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં મહુવાની એક બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને આપ ના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો અને પાલિતાણાની 5 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યો હતો. મહુવામાં આજ સાંજ સુધીમાં 47.13% મતદાન થવા પામ્યું છે. જેમાં 2 હજાર 51 પુરુષ મતદારો અને 1 હજાર 630 મહિલા મતદારો મળી કુલ 3 હજાર 681 લોકોએ મતદાન કર્યું હતું. તો, પાલીતાણા ખાતે કુલ 12 હજાર 81 મતદારો પૈકી 6 હજાર 332 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં 57 ટકા પુરુષ મતદારો જ્યારે 47 ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. આમ પાલીતાણામાં કુલ 52.41 ટકા મતદાન થયું છે. તો આજે યોજાનાર ચૂંટણીનું 8 ઓગષ્ટના રોજ પરિણામો જાહેર થશે.અરવલ્લી-મોડાસા નગરપાલિકા
અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. રવિવારના દિવસે પેટા ચૂંટણીને લઈને મોડાસા શહેરના આઠ બુથ ખાતે આ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણીને લઇને 6,750 મતદારો સાત ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.પંચમહાલ-ગોધરા નગરપાલિકા
પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકાના વોર્ડ નં 3 માટે આજે પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ના મહિલા ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. વોર્ડ નં 3માં સમાવિષ્ટ 9 હજાર 918 મતદારો 11 મતદાન કેન્દ્ર ખાતેથી મતદાન કરી ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ કરાયા. ત્રણેય ઉમેદવારોના ભાવિનો ફેંસલો આગામી 8 ઓગષ્ટના રોજ યોજાનારી મત ગણતરીના અંતે થશે. રાજ્યમાં આવેલી વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.