જમ્મુ કાશ્મીરના કુલગામમાં શહીદ થયેલા મહિપાલસિંહ વાળાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Live TV
-
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 25 વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા હતા. ત્યારે આજે શહીદ જવાનનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો. જ્યાંથી શહીદ જવાનનો મૃતદેહ તેમના નિવાસસ્થાને લવાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન "ભારત માતા કી જય", "જય ભવાની" તેમજ "શહીદો અમર રહો" ના નારા લાગ્યા હતા.
આ ઉપરાંત, લીલાનગર સ્મશાન ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લીલાનગર સ્મશાન ગૃહમાં આસામ રાઈફલ્સ દ્વારા શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો.