પરિક્ષા પે ચર્ચા : અમદાવાદની વિદ્યાર્થીની ગુનાક્ષી શર્માએ પૂછ્યો અધિકારો અને કર્તવ્યને લગતો પ્રશ્ન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહયું કે અધિકાર અને કર્તવ્યની વ્યવસ્થા અલગ નથી - આપણા કર્તવ્યમાં જ સૌનો અધિકાર સમાયેલો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'પરીક્ષા પર ચર્ચા' કાર્યક્રમ 2020' માં દેશભરના વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ થયા. આ ત્રીજા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે પરીક્ષા દરમિયાન થતા તનાવને દુર કરવાની ટીપ્સ આપી છે. ગુજરાતના અમદાવાદ શહેરની મહારાજ ગ્રસેન વિદ્યાલયની ધોરણ 10ની વિદ્યાર્થીની ગુનાક્ષી શર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રશ્ન પુછ્યો હતો. જેમાં ગુનાક્ષીએ નાગરિક અધિકાર વિશે પીએમને સવાલ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને શીખ આપતાં જણાવ્યું કે, આપણા કર્તવ્યમાં જ સૌનો અધિકાર સમાયેલો છે.
