ગુજરાતમાં પ્રથમ વખત રાત્રિની ફ્લડ લાઇટમાં મોટરસાયકલની લીગ યોજાઈ
Live TV
-
ગુજરાતમાં પ્રથમ વખત રાત્રીની ફ્લડ લાઇટમાં મોટરસાયકલની સુપર ક્રોસ લીગ યોજવાનું સન્માન વડોદરાને મળ્યું છે... રાજ્ય ખેલમંત્રી ઇશ્વરભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડોદરા ઈન્ટરનેશનલ સુપરક્રોસનો શુભારંભ કરવામાં આવ્યો...જેમાં 7 વિદેશી રાઈડર્સ સહિત 28 બાઇક ચાલકોએ મોટોક્રોસમાં ભાગ લીધો હતો...તેમના હેરતંગેજ સ્ટંટ અને જંપથી વડોદરાનાં પ્રેક્ષકો અને ઉપસ્થિત મહાનુભાવો દંગ રહી ગયા હતા.
વડોદરા યુવાનોમાં સાહસિકતાનું સિંચન કરતી રમત મોટો ક્રોસ રેસિંગનું હબ બન્યું છે....છેલ્લા 7વર્ષથી વડોદરામાં મોટોક્રોસ ચેમ્પિયનશીપના લીગ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું...પરંતુ રાત્રીની ફ્લડ લાઇટમાં ગુજરાતમાં પ્રથમ વખત દેશી વિદેશી બાઇક રાઈડર્સએ અવનવાં બાઇકના સ્ટંટ દર્શાવ્યા હતા..રાજ્યનાં ખેલમંત્રી ઈશ્વરસિંહ પટેલે વડોદરા ઇન્ટરનેશનલ સુપર ક્રોસ રેસનો પ્રારંભ કરાવ્યો હતો...સુપરક્રોસ 2020ની લીગ રાઉન્ડ નિહાળવા 10,000થી વધુ પ્રેક્ષકો આવ્યા હતા...વડોદરાનાં ઑપી રોડના વિશાલ મેદાનમાં 500 મીટરના આંતરરાષ્ટ્રીય રેસિંગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યા હતા...જેમાં ટ્રીપલ જંપ, દ ડબલ જમ્પ, ટેબલ ટોપ જમ્પ સહિત ઉફ્સ જમ્પ રાખવામાં આવ્યા હતા...
