Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનમાં અસ્થાયીરૂપે વધારાના કોચ ઉમેરાશે

Live TV

X
  • મુસાફરોની સગવડ માટે અને વધારાની સંખ્યામાં સમાયોજિત કરવા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા અસ્થાયી રૂપે અમદાવાદથી પસાર થતી 5 જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.

    મુસાફરોની સગવડ માટે અને વધારાની સંખ્યામાં સમાયોજિત કરવા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા અસ્થાયી રૂપે અમદાવાદથી પસાર થતી 5 જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.

    અસ્થાયી રૂપે ઉમેરવાના વધારાના કોચની વિગતો નીચે આપેલ છે: -

    1. ટ્રેન નંબર 02971/02972 બાન્દ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે. આ કોચ બાંદ્રા ટર્મિનસ (મંગળવાર, ગુરુવાર અને શનિવાર) થી 02/02/2021 થી 27/02/2021 અને ભાવનગર ટર્મિનસ (સોમવાર, બુધવાર અને શુક્રવાર) થી 01/02/2021 થી 26/02/2021 સુધી જોડવામાં આવશે .

    2. ટ્રેન નંબર 09455/09456 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે. આ કોચ બાંદ્રા ટર્મિનસ (દૈનિક) થી 02/02/2021 થી 01/03/2021 અને ભુજ (દૈનિક) થી 01/02/2021 થી 28/02/2021 સુધી જોડવામાં આવશે.

    3. ટ્રેન નંબર 09115/09116 દાદર-ભુજ એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે. આ કોચ દાદરથી (દૈનિક) 02/02/2021 થી 01/03/2021 અને ભુજથી (દૈનિક) 01/02/2021 થી 28/02/2021 સુધી જોડવામાં આવશે.

    4. ટ્રેન નંબર 02941/02942 ભાવનગર ટર્મિનસ - આસનસોલ જંકશન એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર કોચ ઉમેરવામાં આવશે. આ કોચ ભાવનગર ટર્મિનસ (મંગળવાર) થી 02/02/2021 થી 23/02/2021 અને આસનસોલ જંકશન (ગુરુવાર) થી 04/02/2021 થી 25/02/2021 સુધી જોડવામાં આવશે.

    5. ટ્રેન નંબર 09263/09264 પોરબંદર - દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસમાં વધારાનો સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે. આ કોચ પોરબંદર (મંગળવાર અને શનિવાર) થી 02/02/2021 થી 27/02/2021 અને દિલ્હી સરાઇ રોહિલા (સોમવાર અને ગુરુવાર) થી 04/02/2021 થી 01/03/2021 સુધી જોડવામાં આવશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply